Thursday, November 24, 2011

ધારીના જીરામાં દેવીપૂજક મહિલા પર દીપડાનો હુમલો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:06 AM [IST](24/11/2011)
- સામાન્ય ઇજા સાથે મહિલાને સારવાર માટે ખસેડાઇ
અમરેલી જિલ્લામાં જેમ જેમ દીપડાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ દીપડા દ્વારા માણસ પર હુમલાની ઘટના પણ વધતી જાય છે. આજે વહેલી સવારે ધારી તાલુકાના જીરા ગામે દીપડાએ એક દેવીપૂજક મહિલા પર હુમલો કર્યો હતો. સામાન્ય ઇજા સાથે આ મહિલાને સારવાર માટે ધારી દવાખાને ખસેડાઇ હતી.
દીપડા દ્વારા મહિલા પર હુમલાની આ ઘટના ધારી તાલુકાના જીરા ગામે વહેલી સવારે બની હતી. જીરા ગામની મુકતાબેન ચંદુભાઇ ચારોલા નામની દેવીપૂજક મહિલા આજે વહેલી ઉઠી ફળીમાં ધરકામ કરતી હતી ત્યારે ક્યાકથી ચડી આવેલા દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જો કે આ મહિલાએ રાડારાડ કરતા તેનો પતિ જાગી ગયો હતો. મુકતાબેનના પતિ ચંદુભાઇએ દોડી આવી પ્રતિકાર કરતા દીપડો નાસી છુટ્યો હતો.
અલબત દીપડાના હુમલામાં મુકતાબેનને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હતી. તેમને સારવાર માટે ધારીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ફોરેસ્ટર નિલેષભાઇ વેગડા વગેરેએ દવાખાને દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જીલ્લામાં દીપડાઓની વધતી સંખ્યા સાથે માણસ પર હુમલાઓની ઘટના પણ વધતી જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopards-attack-on-dharis-jira-village-on-women-2587323.html

No comments: