Saturday, November 5, 2011

સોરઠની ખુશ્બુ ખીલી ઉઠી, સહેલાણીઓ ઉમટ્યાં


Source: Bhaskar News, Junagadh | Last Updated 12:19 AM [IST](05/11/2011)
‘સોરઠ’ માં દસ કરોડથી વધુ નાણાં ઠલવાયા

દિવાળીના મિની વેકેશનમાં સહેલાણીઓનાં સમંદરથી આર્થિક વ્યવહારોમાં પણ તેજીનો તોખાર રહ્યો

પાંચ દિ’માં આઠ લાખથી વધુ સહેલાણીઓ સોરઠમાં આવ્યા : જૂનાગઢ, સોમનાથ, સાસણ અને ઊના દીવ હોટ ફેવરીટ રહ્યું

પ્રત્યેક વ્યક્તિનાં આગમનથી જવા સુધીનો ખર્ચ દિવસનો ૧૫૦ R વધુ થયાનો અંદાજ


દિવાળીનાં તાજેતરમાના મીની વેકેશનમાં સોહામણા સોરઠમાં સહેલાણીઓનો સમંદર ઉભરાતા આ પ્રદેશમાં અતિરેક વ્યવહારમાં પણ તેજીનો તો ખાર ચમક્યો છે. જ્યારે આઠ લાખથી વધુ સહેલાણીઓ જૂનાગઢ સોમનાથ, સાસણ અને દીવ, ઊનામાં આવતા આગમનથી જવા સુધીમાં અંદાજે ૧૦ કરોડ થી વધુ નાણા આ પર્યટક અને તીર્થક્ષેત્ર સહિત અલગ-અલગ વિસ્તારોમાં વ્યહવારરૂપી આવક સમા ઠલવાયા છે.

ઉલ્લેખનીય છે કે ‘સોરઠ કી ખુશ્બુ’ ના આ ક્રેઝમાં ચાલુ વર્ષે સહેલાણીઓને ટ્રાવેલીંગ, ગેસ્ટ હાઉસ અને ખાવા ચીજો પાછળ વધુ ખર્ચ થયો છે. દિવાળીનાં મીની વેકેશનમાં ચાલુ વર્ષે સોહામણા સોરઠની ખુશ્બુ ખીલી ઉઠી હોય તેમ સહેલાણીઓનો ધસારો અભૂતપૂર્વ રહ્યો છે.

સોરઠનાં પ્રવેશ દ્વાર સમા જૂનાગઢ (ગિરીનગર) થી કાળી ચૌદસથીના દિવસથી સહેલાણીઓની ખાનથી વાહનો, એસટી અને રેલવેમાં એન્ટ્રી શરૂ થઇ હતી. જેમાં બેસતુ વર્ષ અને ભાઇબીજે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. દરમિયાન સહેલાણીઓનો સમુહ જૂનાગઢ, સાસણ (સિંહદર્શન), સોમનાથ તીર્થધામ અને જામવાળા ઝમઝીર ધોધ અને દીવ (ઊના)માં આ મીની વેકેશનમાં હાઉસફૂલની સ્થિતિ સર્જાઇ હતી.

જો કે આ રજાના માહોલમાં પર્યટન અને તીર્થક્ષેત્રની મુલાકાતે આ સહેલાણીઓનાં આ સમંદરથી સોરઠનાં આર્થિક તેજીનો તોખારો પણ એવો જ જબરો રહ્યો છે.

જેમાં સોમનાથના આ મીની વેકેશનમાં ત્રણ લાખથી વધુ મળી અંદાજે આઠ લાખથી વધુ સહેલાણીઓ અહી આવતા ડીઝલ, પેટ્રોલ, ટ્રાવેલ્સ, એસટી, રેલવે, રહેવા, ખાવાપીવા સહિત અંદાજે ૧૫૦ R વધુ પ્રત્યેક વ્યક્તિએ રોજનો ખર્ચ કરતા આ મીની વેકેશનમાં દસ કરોડથી વધુ નાણા અલગ અલગ વ્યવસાય તિજોરીમાં આવ્યા છે. ઉલ્લેખનીય એ છે કે,ખાનગી ગેસ્ટ હાઉસમાં આ વખતે ભાડા પણ બેફામ રહ્યાં હતાં.

સોમનાથ અને સાસણ ચિક્કાર રહ્યું હતું

દિવાળીનાં પાંચ દિવસીય મીની વેકેશનમાં સોરઠમાં સૌથી વધુ સાસણ અને સોમનાથ હોટ ફેવરીટ રહ્યા હતાં. શ્રધ્ધા અને સફરના આ ધામમાં સહેલાણીઓ ઉમટતા સવારથી મોડી રાત સુધી સ્થાનિક ધંધાર્થીઓને તડાકો રહ્યો હતો. એટલુ જ નહી આ બંને સ્થળોનાં આસપાસનાં વિસ્તારોમાં અને હાઇવે પર આ પાંચ દિવસોમાં ખાણી - પીણી સહિતમાં તેજી રહી હતી.

ઠંડાપીણા, કાઠીયાવાડી ભોજન, ત્રોફાની બોલબાલા રહી

સોરઠકી ખુશ્બુ સમા સહેલાણીઓનાં આ પ્રવાહમાં પર્યટક અને તીર્થસ્થળના વ્યવસાર્થીઓનાં જણાવ્યા મુજબ આ મહોત્સવમાં ઠંડાપીણા, લીલા નાળીયેર, વેફર્સનો ભારે ઉપાડ રહ્યો હતો. જ્યારે હાઇવે પર ધાબા પર રિંગણાનો ઓળો, બાજરાનાં રોટલા સાથે કઠીયાવાડી ભોજન સહેલાણીઓને મનપસંદ રહ્યુ હતું.

No comments: