Saturday, November 5, 2011

ઝૂંપડામાં માતાની બાજુમાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવીને ભાગ્યો.

અમરેલી 01, નવેમ્બર

પરિવાર જાગી જતાં દીપડો બાળકને ઘાયલ કરી નાસી છૂટયો


ધારીના ભાડ ગામે ગઈરાતે માતાની બાજુમાં ઝુંપડામાં સુતેલા ચાર વર્ષના બાળકનું ગળુ પકડી દીપડાએ ભાગવાની કોશીષ કરતા પરિવાર જાગી જતાં દીપડો બાળકને ઘાયલ કરી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો છે. ધારી તાલુકાના ભાડ ગામે રહેતા મેરૃભાઈ દરબારની વાડીમાં મજુરી કામ કરતા અને ઝુંપડુ બાંધીને રહેતો એક શ્રમિક પરિવાર ગઈકાલે ઝુંપડામાં સુતા હતા ત્યારે દબાતા પગલે આવી ચડેલા એક દીપડાએ માતા હંસાબેન ભુપતભાઈ સોલંકીની બાજુમાં સુતેલો તેનો ચાર વર્ષનો દીકરા લાલુનું દીપડાએ ગળુ પકડી ભાગવાની કોશીષ કરતા આસપાસ સુતેલો તેનો પરિવાર જાગી જતાં દીપડો બાળકને ઘાયલ કરી અંધારામાં ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા નાના એવા ચાર વર્ષના લાલુને સારવાર માટે અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાનનો આપઘાતઃસાવરકુંડલા તાલુકાના થોરડી ગામે રહેતા રમેશ રૃપાભાઈ બગડા નામના દલીત યુવાને કામધંધો નહીં મળતા હતાશ થઈ ગયો હતો જેના કારણે તેણે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નિપજયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=343476

No comments: