
‘પક્ષીનું
રક્ષણ અને પ્રકૃતિનું જતન’ કાર્યક્રમ અંતર્ગત ‘નળ સરોવર’ ખાતે ગઇકાલે
સરોવરના શુદ્ધિકરણ માટે થઇને ‘નો પ્લાસ્ટીક ઝોન’ બનાવવાનો કાર્યક્રમ શરૂ
કરવામાં આવ્યો હતો. વન વિભાગ નળ સરોવર, ટાટા નેનો અને માનવ સેવા સાણંદના ૪૦
જેટલા વોલેન્ટિયર્સ દ્વારા પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટીક ને કિનારા
પર અને પાણીમાંથી વીણવામાં આવ્યું હતું. દર સોમવારે આ વોલેન્ટર્સ કિનારાને
શુદ્ધ કરવા પ્લાસ્ટીક ઉઠાવવાની કામગીરી કરશે. આ ઉપરાંત ૯૦ જેટલી હોડીઓમાં
કાયમી ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે જેને લઇને થતી અભ્યારણની મુલાકાતે આવતા
પ્રવાસીઓ જયાં ત્યાં પ્લાસ્ટીક નાંખી ને સરોવરમાં પ્રદુષણ ન વધારે. ફાસ્ટ
ફુડના વિવિધ પેકેટની પ્લાસ્ટીકની કોથળીઓથી નળ સરોવરમાં ફેલાઈ રહેલા
પ્રદુષણને ડામવા નેચર પ્રેમીઓની પહેલ પછી આ અભ્યારણ શુદ્ધ અને સ્વચ્છ બનશે.
(તસવીર ઃ સુરેશ મિસ્ત્રી)
Source: http://www.gujaratsamachar.com/20111123/gujarat/gujhome.html
|
No comments:
Post a Comment