Friday, November 11, 2011

સૂત્રાપાડામાં દીપડા માનવભક્ષી બને એ પહેલાં પાંજરે પૂરો.


Source: Bhaskar News, Sutrapada | Last Updated 1:17 AM [IST](10/11/2011)
- ગાંગેચા ગામે વધુ એક દુઝણી ગાયનું મારણ કરી ગયો
સૂત્રાપાડા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દીપડાઓએ કાળોકેર વર્તાવી દીધો છે. ત્યારે આ દીપડા માનવભક્ષી બને એ પહેલાં તેઓને પાંજરે પુરવાની માંગ ઉઠી છે. આજે ગાંગેચા ગામે દીપડાએ ફરી એક દુઝણી ગાયનું મારણ કર્યું હતું.
સૂત્રાપાડા તાલુકાનાં ગાંગેચા ગામે આજે સવારે ૬ વાગ્યે એક દીપડો ગામની સીમમાં રહેતા વજુભાઇ વરજાંગભાઇ જાદવની વાડીએ જઇ ચઢÛો હતો. અને તેમની દુઝણી ગાયનું મારણ કર્યું હતું. દરમ્યાન ગામનાં લોકોએ જણાવ્યું હતું કે, અમારા ગામની આસપાસ ૧૦ થી ૧૫ દીપડા વસવાટ કરે છે. અત્યારે ખેડૂતોની ઘઉંની સીઝન હોવા છતાં તેઓએ રાત્રિનાં સમયે ખેતર છોડી ગામમાં આવવું પડે છે.
કોડીનારમાં બનેલા બનાવ પછી સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ગામલોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. આ દીપડા પણ અન્ય વિસ્તારોની માફક માનવભક્ષી બને એ પહેલાં વનવિભાગ દ્વારા તેઓને પકડી લેવાય એ જરૂરી છે.

No comments: