Thursday, November 17, 2011

સાવરકુંડલાનાં મેવાસામાં સાવજે બળદનું મારણ કર્યું.

Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:24 AM [IST](16/11/2011)
 સાવરકુંડલા પંથકમાં વસતા સાવજો ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર લોકોના ઉપયોગી પશુઓનું મારણ કરે છે. ગઇસાંજે સાવરકુંડલા તાલુકાના મેવાસામાં અહિંના પર્યાવરણપ્રેમી મંગળુભાઇ ખુમાણની વાડીમાં સાવજે બળદનું મારણ કર્યું હતુ. આશ્ચર્યની વાત એ છે કે અહિં બે બળદો બાંધેલા હોવા છતાં સાવજે એક જ બળદને મારી નાખ્યો હતો જ્યારે બીજાને ઇજા પણ પહોંચાડી ન હતી.
સાવજ દ્વારા મારણની આ ઘટના ગઇરાત્રે સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે બની હતી. જ્યાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પર્યાવરણ પ્રેમી મંગળુભાઇ ખુમાણની વાડીએ સાવજો ત્રાટક્યા હતા. તેમની વાડીએ ફરજામાં બે બળદ બાંધેલા હતા. સાવજે તે પૈકી એક બળદને સાવજે પોતાની રા-ાસી તાકાતથી મારી નાખ્યો હતો. આ બળદે જંગલના રાજાની સામો થવા ઘણો પ્રય" કર્યો હતો પરંતુ સાવજે તેના રામ રમાડી દીધા હતા અને બાદમાં નિરાંતે બેઠા બેઠા ભરપેટ ભોજન આરોગ્યુ હતુ.
નવાઇની વાત તો એ છે કે મંગળુભાઇ ખુમાણની વાડીએ બે બળદ બાજુબાજુમાં બાંધેલા હતા. આમ છતાં સાવજે માત્ર એક બળદનું જ મારણ કર્યું હતુ. બીજો બંધાયેલો બળદ છુટી શક્યો ન હતો અને તેણે મજબુરીમાં તેના સાથી બળદને સિંહનો ખોરાક બની જતા જોયો હતો પરંતુ સાવજે બીજા બળદને ઇજા પણ પહોંચાડી ન હતી.

No comments: