Monday, November 28, 2011

રમળેચી (ગીર)માં સિંહ યુગલે કર્યું ત્રણ ગાયનું મારણ.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:53 AM [IST](28/11/2011)
- ખેડૂત પાછળ સિંહણે દોટ મૂકી : ફફડાટ
તાલાલાનાં રમળેચી (ગીર) ગામે વન્યપ્રાણીઓ સિંહ- દિપડાનો આંતક વધ્યો છે. ચાર દિવસ પહેલા દપિડો ખેડૂતનાં મકાનની વંડી ઠેકી વાછરડીનું મારણ કરી ગયો હતો. તો ગામની સીમમાં ફરતા સિંહ યુગલે બે દિવસમાં ત્રણ ગાયોનાં શિકાર કરતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે. અધુરામાં આજે સવારે એક ખેડૂતની પાછળ સિંહણે દોટ મુકતા લોકો ભયભીત બની ગયા છે.
રમળેચીની સીમમાં આંબાવાડી ઓમાં ફરતા રહેતા સિંહ યુગલે ગૌશાળાની એક ગાય અને શનિવારે વહેલી સવારે ખેડૂત જેન્તીભાઇ માધાભાઇ ગામીની માલિકીની ગાયનું મારણ કર્યું હતું. રવિવારે સવારે ગ્રામ પંચાયતનાં સદસ્ય પ્રફુલભાઇ સંતોકીનાં બગીચામાં તેમની ગાયનો શિકાર કર્યો હતો.
બગીચામાં સિંહ યુગલ મારણ વહેલી સવારે ખાઇ રહ્યા હતાં તે દરમિયાન ખેડૂત પ્રફુલભાઇ વાડીએ જતા મારણ ઉપરથી ઉભી થઇ સિંહણે ખેડૂત પ્રફુલભાઇની પાછળ દોટ મુકતા ખેડૂતે વાડી બહાર ભાગવુ પડ્યું હતું. રમળેચી (ગીર) નાં ખેડૂતોનાં કિંમતી દુધાળા માલઢોરનાં વન્યપ્રાણીઓ શિકાર કરતા હોય ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-couple-hunted-three-cow-in-gir-2597024.html?OF15=

No comments: