Thursday, November 24, 2011

આશ્રમમાં પૂજા-અર્ચન સમયે ઝેરી મધમાખીનું ઝૂંડ ત્રાટકતાં નાસભાગ.


સાવરકુંડલા,તા.ર૩:
સાવરકુંડલા તાલુકાનાં સેંજળ આશ્રમ ખાતે પૂજા-અર્ચન સમયે ઝેરી મધમાખીનું ઝૂંડ ત્રાટકતા નાસભાગ મચી હતી. ઝેરી મધમાખીએ સાત વ્યકિતને ડંખ મારતા સાત પૈકી ચારને હોસ્પિટલે ખસેડાયા હતા. ડંખનો ભોગ બનેલા રસોયાએ તો બળતરાંથી બચવા માટે એક કિ.મી. દોડી પાણીના અવેડામાં ઝંપલાવી દીધું હતું.
  • સાતને ડંખ માર્યા : રસોયાએ એક કિ.મી. દોડી પાણીનાં અવેડામાં ઝંપલાવ્યું
વિગત અનુસાર સાવરકુંડલાના સેંજળ ધ્યાનસ્વામીબાપા આશ્રમ ખાતે સાંજે પૂજા અર્ચના સમયે અચાનક ઝેરી મધમાખીના મોટા ઝુંડે આક્રમણ કરી પુજારી, રસોયા સાથે અન્ય સાતેક વ્યકિતઓના હાથ, મોં અને પગના ભાગે ડંખ મારતા ભારે નાસભાગ મચી જવા પામેલ હતી. જયારે રસોયા દાદા એક કિ.મી. દૂર સુધી દોડી પ્રાથમિક શાળાની સ્કૂલ સુધી પહોંચી ગયા હતા અને પાણીના અવેડામાં ખાબકી ઝેરી ડંખની બળતરાથી થોડી ઘણી રાહત અનૂભવી હતી.
ઝેરી મધમાખીના આતંકનો ભોગ બનેલાઓને સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જેમાં નાજભાઈ લખુભાઈ ખાચર (ઉ.વ.૬૫) અનકભાઈ સાર્દુળભાઈ ખુમાણ, લાલજી ભાઈ ડાયાભાઈ કાનાણી, સમાધિ આશ્રમના રસોયા નટુદાદા જોષીને સારવાર આપવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11297

No comments: