Tuesday, November 22, 2011

ગિરનાર રોપ-વે : ભવનાથ સાઈટ પર ટીમનો ઝોક વધ્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:37 PM [IST](21/11/2011)
એમ્પાવરમેન્ટ કમિટીએ આજે ભેંસાણ અને રામનાથ સાઈટ નિહાળી : આજે રવાના થશે
રાજ્ય સહિત જુનાગઢ વાસીઓ જેની ભારે રાહ જોઈ રહ્યાં છે તે ગિરનાર રોપ-વેને લઈને ગઈકાલથી આવેલી સુપ્રિમકોર્ટની સેન્ટર એમ્પાવરમેન્ટ કમિટીએ આજે વધુ બે સાઈટની મુલાકાત લઈ તમામ પાસા ચકાસ્યા હતા જ્યારે આજની બે સાઈટની મુલાકાત પછી ભવનાથ સાઈટ પર રોપ-વેનો એલાઈમેન્ટ નક્કી થાય તેવો સુચિતાર્થ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. જો કે, કમિટીએ આ અંગે કશું કાંઈ કહ્યું નથી.
સેન્ટર એમ્પાવરમેન્ટના ચેરમેન ડૉ.પી.વી.જયક્રિષ્ણન, જીવરાજીકા અને મહેન્દ્ર વ્યાસ તેમ ત્રણ સભ્યોની બનેલી ટીમ ગઈકાલથી જુનાગઢ આવી પહોંચી હતી. ગઈકાલે વનવિભાગનું પ્રેજેન્ટેશન અને વિલીગ્ડંન ડેમ અને ભવનાથ સાઈટની મુલાકાત લીધા બાદ આજે આ ટીમ ઉષા બ્રેકો કંપનીના જનરલ મેનેજર મનોજ પવાર અને વન સચિવ એસ.કે.નંદા સહિત સાથે ભેંસાણ તથા રામનાથ સાઈટની મુલાકાત લઈ રોપ-વે માટેનું નિરીક્ષણ કર્યું હતું.
અંદાજે ત્રણ કલાક સુધીના આ નિરીક્ષણ બાદ આ ટીમ પુન: વનવિભાગના ગેસ્ટહાઉસમાં આવી પહોંચી હતી પરંતુ સત્તાવાર રીતે આજે પણ આ ટીમે કશું જણાવ્યું નથી. જ્યારે બે દિવસની ટીમ દ્વારા એલાઈમેન્ટની મુલાકાત બાદ સૌથી વધુ ભવનાથ વિસ્તાર તરફ ઝોક વધ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન આવતીકાલે આ ટીમ રવાના થવાની છે ત્યારે આગામી બે થી ત્રણ સપ્તાહમાં ગિરનાર રોપ-વેનું ભાવિ નક્કી થાય તેવા સંકેતો સાપડી રહ્યાં છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tendency-on-the-team-bhavnath-site-of-girnar-rop-way-2580254.html

No comments: