Thursday, November 17, 2011

લીલીયા પંથકમાં રાત્રે સિંહ દર્શનનો ક્રેઝ.

 Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:10 AM [IST](14/11/2011
- તાલુકાના ક્રાંકચ તથા આજુ બાજુમાં વનરાજને જોવા સિંહ પ્રેમીઓ રાત્રે આ વિસ્તારની સફર કરે છે
દેશભરના પ્રવાસીઓ મુક્ત રીતે વહિરતા સિંહની એક ઝલક જોવા માટે ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં સતત ભમતા રહે છે. સાસણના સફારી પાર્કને બાદ કરીએ તો બાદમાં સિંહ દર્શન માટે રખડતા લોકોને જો ક્યાંય સિંહ જોવા મળે તો તે નસીબદાર ગણાય પરંતુ અમરેલી જિલ્લામાં લીલીયા પંથકમાં વસતુ સાવજ ગૃપ સિંહ પ્રેમીઓ માટે ખુબ જ સરળ અને હાથવગુ છે.એટલે જ અહી દરરોજ મોટી સંખ્યામાં સિંહ દર્શન માટે લોકો ઉમટે છે.
રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પૈકી લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આજુબાજુના ગામડાઓની સીમમાં વસતા સાવજો ઝડપથી લોકોની નજરે ચડે છે. તેનુ સૌથી મોટુ કારણ એ છે કે આ સાવજો હવે માનવ વસવાટ વચ્ચે રહેવા ટેવાઇ ગયા છે. વળી સાવજોનુ આ ગૃપ પણ ઘણુ મોટુ છે. જેથી ઝડપથી લોકોના નજરે ચડે છે.
આ વિસ્તારના સાવજો ગમે ત્યારે ગ્રામ્ય માર્ગો પર ધામા નાખી બેસી જાય છે. શિકાર અને પાણીની શોધ પણ તેને માનવ વસવાટ સુધી ખેંચી લાવે છે. ઝડપથી હાથવગા એવા આ સાવજોના દર્શન માટે અહી દરરોજ મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ ઉમટે છે. દપિાવલીથી અત્યાર સુધીના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી સિંહ દર્શન માટે રઝળપાટ કરતા હતા. રાત્રીના સમયે પણ અહી સિંહ પ્રેમીઓ ઉમટે છે. સિંહ દર્શન માટે આવેલા લોકોને અહી ઘણી વખત તો પોતાનુ વાહન પડતુ મુકી બે ત્રણ કિલોમીટર સુધી બાવળની કાંટના જંગલમાં અને શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં ભટકવુ પડે છે.

સાવજોને આ વિસ્તાર પણ હવે ટુંકો પડશે -
અહી વસવાટ કરતા સાવજોના ગૃપમાં ૨૮ જેટલા સિંહ સિંહણ અને બચ્ચા હોવાનુ કહેવાય છે. અહી સાવજોની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી હોય ટુંક સમયમાં જ આ વિસ્તાર પણ સાવજોને ટુંકો પડવા લાગશે. અને કેટલાક સાવજોએ શેત્રુંજીના કાંઠે ક્રાંકચથી પણ આગળ નીકળી જવુ પડશે.

No comments: