Sunday, March 6, 2011

કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢવા પાંજરૃ ઉતારવું પડયું

જૂનાગઢ, તા.૫
બિલખા નજીક અવતડીયા અને ચોરવાડી ગામની સીમમાં વઘાસીયાની વાડીમાં એક દીપડો પડી જતા ડૂંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. દીપક પંડયા સ્ટાફ સાથે દોડી ગયા હતાં. આશરે ૪૦ ફૂટ જેટલા પાણી ભરેલા કૂવામાં દીપડો સાઈડની બખોલમાં ઘુસી જતા વનવિભાગની કસોટી શરૃ થઈ છે.  બપોર પછી રેસ્ક્યૂ ટીમે પહોંચી જઈને કૂવામાં પાંજરૃ ઉતારીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે. સામાન્ય રીતે ખાટલો ઉતારીને કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢવામાં આવે છે. ખુબ ઓછા કિસ્સામાં આખું પાંજરૃ કૂવામાં ઉતારવામાં આવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268373

No comments: