Saturday, March 12, 2011

જંગલમાં સમિયાણો બાંધતા જૈન સંઘને રપ હજારનો દંડ.


નાગઢ, તા.૬
ગિરનાર અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મંજૂરી વગર જ મોટો સમીયાણો બાંધી લેવા બદલ વનવિભાગે આજે જૈન સમાજના એક છરી પાલિત યાત્રા સંઘના આયોજકને રૃ.રપ હજારનો દંડ ફટકારતા આ મુદ્દો સારી એવી ચર્ચાનો વિષય બન્યો છે.
શેત્રુંજ્ય પર્વત ખાતેથી રૈવતગિરિ સુધીની પદયાત્રા કરી રહેલ સિદ્ધિપદ સોપાન યાત્રાસંઘનો છરી પાલિત સંઘ ગિરનાર તળેટીમાં આવી રહ્યો હોય મંગલનાથ આશ્રમની પાછળના વિસ્તારમાં સંઘના રહેવા માટે વિશાળ સમિયાણો ઉભો કરી દેવામાં આવ્યો હતો. વનવિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ અભયારણ્યમાં પ્રવેશ કરીને આ સમિયાણો ઉભો કરી દેવા બદલ આજે વનવિભાગ દ્વારા યાત્રાના આયોજક દિક્ષિતભાઈને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭ર ની કલમ ર૭ હેઠળ ગુનો દાખલ કરીને રૃ.રપ હજારનો દંડ ફટકાર્યો હોવાનું આર.એફ. ઓ. દિપક પંડયાએ જણાવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268633

No comments: