Friday, March 18, 2011

હોળીની દિશાથી ચોમાસાનો વરતારો.

Friday, March 18, 2011
હોળીની જવાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જવાળાનો ધૂમાડો કઈ દિશામાં જાય છે તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ તજજ્ઞો કાઢે છે.
શહેરના જ્યોતિષી ગિરીશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, હોળી એ ઉનાળાનું મુખ ગણાય છે. ખગોળીય વિષુવહિન ૨૧ માર્ચની નજીકનો દિવસ (પુનમ) હોવાથી ભારતિય ઋતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ દિવસ મહત્વનો ગણાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ ફાગણ સુદ પુનમના દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ ખુલ્લા મેદાનમાં હોળીની જવાળાઓ કઈ દિશામાં વહે છે તેનું અવલોકન-અનુમાન કરાતું હોય છે.
મેઘાંડબર નામક ગ્રંથમાં જણાવ્યા મુજબ હોળી એ હવામાનશાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા-જવાળાઓનો અભ્યાસ કરાય છે. હોળીના પ્રાગટય સમયે ઉત્તર દિશાનો વાયુ હોય તો શિયાળો લાંબો થાય અને સર્વત્ર વરસાદ પણ સારો થાય છે. જ્યારે પશ્ચિમ દિશાનો વાયુ હોય તો વરસાદ સારો થાય પૂર્વ દિશાનો વાયુ હોય તો ખંડવૃષ્ટિ થાય. દક્ષિણ દિશાનો વાયુ હોય તો રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણીઓને નુકસાન થાય. ઈશાની વાયરો હોય તો ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયુ હોય તો દુષ્કાળનો ભય રહે, વરસાદ મોડો અને થોડો થાય.
પાણીની ખેંચ રહે. નેઋત્વને વાયુ હોય તો વરસ સાધારણ ગણવુ, ખંડવૃષ્ટિ થાય વાયવ્ય દિશાનો વાયુ હોય તો વરસાદ સવત્રg સારો થાય અને ખેતીની ઉપજ સારી રહે. જો આકાશમાંઘુમરી લેતો અને ચારેય દિશાનો વાયુ હોય તો દુષ્કાળનો ભય રહે, પ્રજા પીડાય છે.
તેમજ હોળીના પર્વે પરંપરા મુજબ અનુભવીઓ કેટલાક ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઉંડાઈએ માટલામાં જુદા-જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે. બીજા દિવસે તેનુ નિરીક્ષણ કરીને ગરમી, ભેજ અને હવામાનનું અનુમાન કરે છે. આ આપણી પ્રાચીન પધ્ધતિ છે.
હોળી પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય...
ફાગણ સુદ પુનમ શનિવાર તા. ૧૯-૩ના રોજ હુતાસણી હોળી દહન કરવાનો શાસ્ત્ર શુદ્ધ સમય સાંજના સુર્યાસ્ત પછીની ચાર ઘડી એટલે કે, સૂર્યાસ્ત પછીની ૯૬ મીનીટ છે. ભાવનગરના સમય મુજબ તા. ૧૯ને શનિવારે સુર્યાસ્ત સાંજે ૧૮.૪૮ થશે. સાંજે ૬.૪૮ બાદ હોળી પ્રગટાવવી.આ સમય (સુર્યાસ્ત પછીની ચાર ઘડી) હોળીની જવાળાઓ ઉપરથી આગામી ચોમસાનો અભ્યાસ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-by-holi-festival-decided-the-rain-1944903.html

No comments: