Monday, March 21, 2011

૧૦ પશુઓને ફાડી ખાનાર ખૂંખાર દીપડી પાંજરે પૂરાઇ.

વેરાવળ તા.૧૯
પ્રભાસપાટણ નજીક આવેલા મોરાજ ગામે ગત ગુરૃવારે દશ પશુઓના મારણ કરનાર દિપડી ગત રાત્રીના વનવિભાગ દ્વારા મૂકેલા પાંજરામાં આબાદ ઝડપાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ દિપડીને સાસણગીર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.પ્રભાસપાટણ નજીક આવેલા મોરાજ ગામે સિમ વિસ્તારમાં બાનવા ઇસ્માઇલ હબીબશાની વાડીમાં રહેણાંક મકાનમાં તેમજ ઝુંપડામાં ૬ ઘેટા અને ચાર બકરા બાંધીને રાખે છે. ગત ગુરૃવારે રાત્રે દિપડી વાડીએ ચડી આવી હતી. દશેય ઘેટા બકરાના મારણ કરે નાખ્યા હતા. સવારે આ અંગે ઇસ્માઇલભાઇને જાણ થતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જે બાદ વનવિભાગે ગઇકાલે ત્યાં પાંજરૃ ગોઠવી દીધુ હતું. ત્યારે ગત રાત્રે ફરીથી દિપડી આવી હતી. પાંજરામાં મારણની લાલચે જતા આ ખૂંખાર દિપડી પૂરાઇ ગઇ હતી. પાંચ ફુટ્ લાંબી અને પાંચ વર્ષની દિપડી પાંજરે પુરાતા વનવિભાગે હાશકારો વ્યક્ત કર્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=272676

No comments: