Tuesday, March 15, 2011

સિંહણ અને બે સિંહબાળને પાંજરે પૂરી જંગલમાં છોડાયા.

ઉના તા.૧૨
ઉનાનાં જૂના ઉગલાની સીમમાં એક સિંહણ અને બે થી ત્રણ માસના બે સિંહબાળ કાયમી વસી જતાં આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગ આજે સવારે ત્રણેને પાંજરામાં પૂરી ફરી જંગલમાં છોડી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
વિગત મૂજબ જૂના ઉગલાની સીમમાં જેરામભાઈ જીવાભાઈ મેરની વાડીએ છેલ્લા બે ત્રણ દિવસથી એક સિંહણ અન તેના બે બચ્ચાએ મુકામ કર્યો હતો. જો કે, આ સિંહણ બચ્ચા સાથે એક ગામથી બીજા ગામ એમ ફરતી રહેતી હતી. જુના ઉગલામાં આ સિંહણે નિવાસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સિંહણ અને એના બે બચ્ચાઓને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરૃ મૂકવામાં આવ્યુ હતુ. આ સિંહણે ગઈ કાલે એક બળદનું મારણ કર્યુ હતું. મારણને અધુરૃ મૂકી બચ્ચા સાથે ચાલી ગઈ હતી.  મારણ ખાવા સિંહણ પાછી આવશે. એવી ધારણાથી વનવિભાગે વોચ ગોઠવી હતી.
સિંહણે તેના બે બચ્ચાને સુરક્ષિત મૂકીને મારણની જગ્યાએ આવી હતી. પણ, મારણ નજીકના પાંજરામાં જોતા સિંહણ પાંજરામાં ગઈ કે, તૂરંત જ શટર પડી જતાં આબાદ ઝડપાઈ ગઈ હતી. આ જગ્યાએ તેના બે બચ્ચાને પણ, વન વિભાગ લાવ્યું હતુ. આમ, ત્રણેયને ફરી વનમાં જસાધાર જંગલમાં લઈ જઈ છોડી મૂકાયા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270388

No comments: