Saturday, March 12, 2011

પ હજાર આંબાના ઝાડનો સોથ વાળી દેતાં ધરતીપુત્રો.

અમરેલી તા.૧૦ :
જુનાગઢ જિલ્લાના તાલાલા ઉના માંગરોળ વંથલીને કેરીનું મથક કહેવામાં આવે છે આવી જ રીતે અમરેલી જિલ્લામાં પણ કેટલાય તાલુકામાં કેરી બાગાયતી પાક લેવાય છે.એકલા અમરેલી જિલ્લામાં જ એક લાખ આંબાના ઝાડ છે.એમાં આ સાલ અને અગાઉની બે સાલમાં મિશ્ર ઋતુનો અનુભવ થતાં આંબા પરનો મોર બળી જતાં અમરેલી જિલ્લાના કેટલાય ખેડૂતો આંબાના ઝાડ કાપવા લાગ્યા છે. ધારી નજીક આવેલા ધારગણી ગામે જ પ હજાર જેટલા કેરીના વૃક્ષોને ખેડૂતોએ એકી સાથે કાપી નાખવાની ઘટના બની છે.આ ગામમાં કુલ ૩૦૦ બગીચા છે.એ બધા આ માર્ગે જવા માંગે છે. અમરેલી જિલ્લામાં ધારી તાલુકા અને ગીર વિસ્તારમાં ધારગણી દીતલા કરમળા નેસડી લાખાપાદર ત્રંબકપુર નાના સમઢિયાળા દુધાળા ગીર,જામવાળા સહિતના ગામોમાં આશરે ૧૫૦૦ જેટલા બગીચાઓ છે.જેમાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી બદલાતી અને મિશ્ર ઋતુના કારણે આંબા પરનો મોર બળી જતાં પાક બળી જતાં ૧૫ ટકા બગીચાઓનો ખેડૂતોએ સફાયો કરી નાંખ્યો છે.આ પરંપરા અમરેલી જિલ્લામાં વધવા લાગી છે.જે ચિંતાજનક છે.એક અંદાઝ મુજબ આ સાલ પાક નિષ્ફળ જતાં આઠ લાખ મણ કેરીની આવકમાં ઘટાડો થશે.સમગ્ર સોૈરાષ્ટ્રમાં ધારીથી કેરીની સપ્લાય કરાતી તેમાં ઘટ આવશે.રાજયના કૃષિમંત્રી આ બાબતે ખેડૂતોને જરૃરી માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા કરે એ જરૃરી બન્યુ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=269792

No comments: