Tuesday, March 15, 2011

૧૫ વર્ષની તરુણીનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર.

 Tuesday, March 15, 2011 00:09 [IST]
- ગીરના જાવંત્રીની શ્રમિક બાળાનું અપહરણ કરી રાજકોટની ઝુંપડપટ્ટીમાં પાશવીકર્મ આચર્યું
- રાજકોટ રેલવે સ્ટેશનેથી બાળા મળી આવી
- જાવંત્રી ગામના જ મુસ્લિમ યુવાન સહિત ચાર શખ્સો સામે ફરિયાદ
તાલાલા પંથકનાં છેવાડાનાં વિસ્તારમાં આવેલા જાવંત્રી ગીર ગામે ખેતરમાં મજૂરી કરી ઘેર પરત ફરતી ૧૫ વર્ષની ફકીર બાળાને ગામનો જ એક સીદી બાદશાહ યુવાન અન્ય ત્રણ શખ્સોની મદદથી ઊઠાવી ગયો હતો. અપહરણ કરાયા બાદ તેણે ઘાંટવડ અને બાદમાં રાજકોટ લઇ જઇ ચૂંથી નાંખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.
તાલાલા તાલુકાનાં જાવંત્રી ગામે જુમ્માશા આલમશા ફકીરનો ગરીબ શ્રમજીવી પરિવાર રહે છે. આખો પરિવાર ખેતરોમાં મજૂરી કામ કરે પેટિયું રળી લે છે. આ પરિવારની ૧૫.૫ વર્ષની પુત્રી ગત તા. ૯ માચેઁ મજૂરી કામ કરી પરત ફરી રહી હતી. ત્યારે ગામનો જ યુનુસ શેરમહંમદ સીદી બાદશાહ, મહંમદ અલ્લારખ્ખા મકરાણી, મહંમદ કાસમ સીદી બાદશાહ અને શબ્બીર રમઝાન સીદી બાદશાહ રસ્તામાંથી જ ઊઠાવી ગયા હતા. તેઓ સૌપ્રથમ ઘાંટવડ પહોંચ્યા હતા. અને ત્યાં તેણીનો દેહ ચૂંથ્યો હતો.
બાદમાં તેણીને રાજકોટ લઇ જવાઇ હતી. બાળા મોડે સુધી ઘેર પરત ન ફરતાં તેણીનાં પરિવારજનો અને ગામનાં આગેવાનોએ રાત્રે જ પોલીસને જાણ કરી હતી. બીજે દિવસે સવારે યુનુસ તેણીને રાજકોટ લઇ ગયો હતો. અને ત્યાં ઝુંપડપટ્ટીમાં રાખી ૩ દિવસ સુધી તેણીનું શિયળ લૂંટયું હતું. દરમ્યાન પોતાની પુત્રીને શોધતા પરિવારજનો રવિવારે સાંજે રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં અચાનકજ ફકીર બાળાની નજર તેણીનાં ભાઇ ઉપર પડતાં તેણી દોડીને પોતાનાં ભાઇ પાસે જઇ પહોંચી હતી. બાળાનાં પરિવારજનોને જોઇ યુનુસ ઊભી પૂંછડીએ નાસી છુટ્યો હતો.
બાળાએ પરિવારજનોએ પોતાની વીતક કહેતાં બધા તાલાલા આવ્યા હતા. અને પોલીસને જાણ કરી નરાધમ યુનુસ અને તેનાં મિત્રો સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ કરી હતી. બનાવ બાદ પોલીસે મેડીકલ ચેકઅપ માટે તાલાલા સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. માત્ર ૧૫.૫ વર્ષની બાળાને અભડાવનાર યુનુસ અને તેનાં લંપટ મિત્રો સામે તાલાલા પંથકમાં ભારે ફીટકારની લાગણી ફેલાઇ છે. બનાવની તપાસ સીપીઆઇ એન. બી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
source: http://www.divyabhaskar.co.in/article/SAU-group-rape-on-15-years-girl-after-abduction-1934238.html?HT1=

No comments: