Friday, March 18, 2011

૪ સિંહણોનો ‘માણીગર’ થવા હૈદરાબાદી સિંહનું આગમન.

રાજકોટ,તા.૧૬
પ્રધ્યુમ્ન પાર્ક ઝૂમાં એક જ પરિવારના સિંહ-સિંહણ હોઈ તેમના આંતરિક બ્રીડીંગને અટકાવવા માટે એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ  હૈદરાબાદથી વનરાજ લવાયો છે. ઝૂમાં રહેલી ચાર યુવા સિહણ મોજ- મસ્તી, યશ્વી અને હીર સાથે હૈદરાબાદી સિંહ  અર્જૂન  સંસાર વસાવશે. અર્જૂનના બદલામાં રાજકોટથી ૨૦૦૮માં જન્મેલા સિંહ ક્રેઝી હૈદરાબાદ ઝૂને ભેટમાં આપાયો છે.
હૈદરાબાદથી રાજકોટ લાવતી વેળાએ સિંહ અર્જૂન લાંબી મુસાફરીથી કંટાળતા ઉશ્કેરાઈને પીંજરા સાથે માથુ અથડાવતા નાકમાં ઈજા પામ્યો હોય તેને પદ્યુમન પાર્ક ઝૂમાં પહોચતા સાથે સારવાર આપવામાં આવી હતી.  હૈદરાબાદમાં અર્જૂન સેન્યુરીયન પાર્કમાં રખાયેલો હતા. જ્યારે અહીયા તેને પીંજરામાં રાખવાનો હોય થોડા દિવસ માટે તેને મુશ્કેલી પડશે. તેમ, ઝૂના સંચાલકો માની રહ્યા  છે. અલબત્ત, અહીના વાતાવરણમાં તે ઝડપથી સેટ થતો હોય  તેમ સાંજે પાંચ કિલો જેટલું ભોજન આરોગી ગયો હતો.રાજકોટથી હૈદરાબાદ મોકલાયેલા  ક્રેઝીનો જન્મ ૧૪-૩-૨૦૦૮ના થયો હતો.  તેની માતા મોજ અને પિતા વિરલ  હતા.
ક્રેઝીની સામે રાજકોટ ઝૂ ને મળેલા સિંહ અર્જૂનની  ઉમર સાડા ચાર વર્ષની છે. તેનું સંવનન   મોજ, મસ્તી, હીર  અને યશવી નામની રાજકોટ ઝૂ ની યુવા સિંહણો સાથે કરાવી જીનેટીકલી સારા બચ્ચા મેળવાશે. અને  તેને અન્ય ઝૂ ને આપીને  રાજકોટ ઝૂ બીજા પ્રાણીઓ મેળવી શકશે. ઝૂ ના સંરક્ષક મારડીયા, ડો, ઝાકાસણીયા  અને સ્ટાફ  વનરાજને નવા ઘરમાં સેટ કરવા પ્રયાસો કરી રહ્યા છે.
એક્ષચેન્જ પ્રોગ્રામમાં સિંહની સૌથી વધુ ડિમાન્ડ
રાજકોટ : પ્રાણી સંગ્રહાલયમાં હવે  કોઈ પણ પ્રાણી મેળવવા માટે બદલામાં બીજૂ પ્રાણી આપવું પડે છે, હાલ દેશભરમાં  પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-સિંહણની ખુબ ડિમાન્ડ હોઈ આગામી દિવસોમાં અર્જૂન અને બાકીની સિંહણોના બચ્ચાઓ રાજકોટ ઝૂ ને  પ્રાણીઓ મામલે સમૃદ્ધ બનાવવામાં મહત્વના પુરવાર થશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=272116

No comments: