Tuesday, March 15, 2011

ઊના પંથક બન્યું ‘સિંહ દર્શન’નું એપી સેન્ટર.

Tuesday, March 15, 2011 
- ખાપટની સીમમાં પણ સિંહ પરિવારનો મુકામ
ઊના પંથકે ‘સિંહ દર્શન’નાં એપી સેન્ટરની માન્યતા મેળવી લીધી હોય તેમ જુના ઉગલા, ભડીયાદર અને જુડવડલી પછી ખાપટ ગામની સીમમાં પણ વધુ એક સિંહ પરિવારે મુકામ કર્યો હોવાનું જાણવા મળે છે.
ઊના તાલુકાથી ૬ કિ.મી.નાં અંતરે આવેલાં ખાપટ ગામની સીમમાં હરીભાઈ ઝાલાની વાડીમાં એક સિંહ પરિવારે મુકામ કરતાં આ પરિવારની અનોખી અદાને નિહાળવા પ્રાણીપ્રેમીઓ ત્યાં પહોંચી ગયા છે. આ પરિવારમાં સિંહ, સિંહણ અને ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે.
હજુ થોડા દિવસો પહેલાં જ જુના ઉગલાની સીમમાંથી સિંહણ બે બચ્ચા સાથે પાંજરામાં કેદ થઈ ગયા બાદ ભડીયાદર અને જુડવડલી ગામની સીમમાં પણ સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. ત્યારે આજે ખાપટ ગામની સીમમાં પણ વધુ એક સિંહ પરિવારનાં મુકામથી વન્યપ્રાણી પ્રેમીઓમાં આજે સાંજનાં સુમારે નર કેસરીની અદાને પ્રત્યક્ષ નિહાળવા ત્યાં પહોંચ્યા છે.
સિંહણ તેનાં બે બચ્ચાં સાથે વ્હાલ કરવામાં મશગુલ હતી ત્યારે બાજુમાં એક રોઝડું આવી ચઢયું આવી ચઢયું હતું પરંતુ સિંહણે તેનાં તરફ નજર સુધ્ધા નાંખી ન હતી તેમ આ દ્રશ્યને નજરે નિહાળનાર વન્ય પ્રેમીઓએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-una-taluka-is-being-ap-center-of-lion-darshan-1934223.html

No comments: