Saturday, March 12, 2011

ડુક્કરને ફસાવવાનો ફાંસલો દીપડા માટે મોતનો ગાળિયો બન્યો.

Saturday, March 12, 2011 00:19 [IST]
- પૂર્વ સાંસદનાં પુત્રની વાડીની વંડી પર જ દીપડાએ દમ તોડી દીધો
જૂનાગઢની ભાગોળે આવી જ એક પૂર્વ સાંસદનાં પુત્રની વાડીની વંડીએ ગોઠવેલા ફાંસલામાં આવી ગયેલા દીપડાએ ત્યાંજ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ, જૂનાગઢની ભાગોળે ઇવનગર ગામાની સીમમાં સર્વે નં. ૨૧૪ માં પૂર્વ સાંસદ ગોવિંદભાઇ શેખડાનાં પુત્ર અતુલભાઇની વાડી આવેલી છે. જેની વંડીમાં જંગલી ભૂંડ, નીલગાય, વગેરેથી બચવા માટે ફાંસલાઓ ગોઠવાયા હતા. જેમાં ગત રાત્રિ દરમ્યાન જંગલમાંથી આવી ચઢેલો એક દીપડો ફસાઇ જતાં તેનું ઘટનાસ્થળેજ મોત થયું હતું.
બનાવની જાણ થતાં દક્ષિણ ડુંગર રેન્જનાં આર.એફ.ઓ. દીપક પંડ્યા અને સ્ટાફ દોડી ગયો હતો. અને પંચનામું કરી પી.એમ. માટે સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપ્યો હતો.
જેમાં દીપડાનું મોત ગળેફાંસો આવી જવાને લીધે થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. વન વિભાગે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃત દીપડો ૭ થી ૯ વર્ષનો નર હોવાનું પણ જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-is-dead-in-junagadh-in-being-entrapped-1926502.html

No comments: