Source: Devsi Barad, Ahmedabad
ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનરના મુળ ગુજરાતી હિરો દેવ પટેલે આજે ગીર અભ્યારણ્યની મુલાકાતી લીધી હતી. દેવે પરીવાર સાથે ગીરની મુલાકાત લીધી હતી. આજે બપોરે વન વિભાગની અધિકારી સાથે તેણે જુદી જુદી જગ્યાએ ૧૨ સિંહ નિહાળ્યા હતાં. દેવ પટેલ ગીર પશ્ચિમની કેરંભા, ડેડકડી સહીતની રેન્જમા ફર્યો હતો. ડેડકડીમાં એક જગ્યાએ તેણે ત્રણ સિંહનું ટોળું જોવા મળ્યું હતું. સિંહ અને ગીરનું જંગલ જોઇ તે આનંદ વિભોર બની ગયો હતો. દેવે વન્ય અધિકારી પાસેથી સિંહ વિશે અને તેના સર્વધન વિશે માહીતી જાણી હતી. ડીએફઓ સંદિપ કુમારે જણાવ્યું હતું કે, દેવ અને તેના પરીવારે ૧૨થી ૧૩ સિંહ જોયા હતા. સિંહ જોઇ દેવ ખૂશ થઇ ગયો હતો. - તમામ તસવીરો દેવસી બારડ


No comments:
Post a Comment