Monday, March 21, 2011

‘અશોક’ હાથીની વિદાય

‘અશોક’ હાથીની વિદાય : અમદાવાદના કાંકરિયા ઝૂના અશોક નામના હાથીનું ગત રાત્રે ર્કાિડયાક ફેલ્યોરના કારણે મૃત્યુ નિપજ્યું હતું. છેલ્લા ૧૯ વર્ષથી કાંકરિયા ઝૂ ખાતે રહેતા આ અશોક હાથીને છેલ્લા એક સપ્તાહથી આંતરડાંના સોજાની બીમારી લાગુ પડી હતી. બાદમાં ગઈ કાલે તે છાતીસરસો બેસી જતાં હાર્ટ ફેઈલ થઈ ગયાનું ઝૂ સુપરિન્ટેન્ડન્ટ ડો. સાહૂએ જણાવ્યું હતું. ઝૂમાં બે હાથી હતા. નર હાથી અશોક અને હાથણી રૂપાની જોડી છેલ્લા કેટલાય સમયથી જાણીતી બની ચૂકી હતી. કર્ણાટકના વનવિભાગ પાસેથી તા.ર૮/૧૦/૯રના રોજ અશોક હાથીને કમલા નહેરુ ઝુલોજિકલ ગાર્ડન, કાંકરિયા ખાતે લાવવામાં આવ્યો હતો. આ હાથીનો જન્મ તા.ર૬/૧૧/૮૭ના રોજ થયો હતો. હાલમાં આ હાથીની ઉંમર રપ વર્ષની હતી. અશોક હાથીને એક સપ્તાહ પહેલાં આંતરડાંના સોજાની બીમારી લાગુ પડી હતી. હવે કાંકરિયા ઝૂમાં માત્ર રૂપા હાથણી જ રહી છે. (તસવીર : અશ્વિન સાધુ)

No comments: