Thursday, April 09, 2009 00:44 [IST]
ઇંગ્લેન્ડના નોસ્લે સફારી પાર્કમાં બુધવારે પયર્ટકોની કાર દસ સિંહના ઝૂંડ વચ્ચે ફસાઇ ગઇ હતી. ડ્રાઇવરે માર્ગ પર અધવચ્ચે સિંહોને જોઇને કાર રોકી દેતાં સિંહોએ કારને ધેરી લીધી હતી. દસ સિંહ કારને વિંટળાઈ વળ્યા હતા.

કારના બારી-બારણાં લોક કર્યા
કારમાં બેઠેલા લોકોના શ્વાસ અઘ્ધર થઇ ગયા હતા. પયર્ટકોએ કારના બારી અને બારણાં લોક કરી દીધાં હતાં અને સિંહોને પોતાની ઉપસ્થિતિનો આભાસ થવા દીધો ન હતો અને પાર્કના કર્મચારીઓને ઇમરજન્સી સંદેશા મોકલ્યા હતા.
ઘ્યાન ચૂકયું ત્યારે કાર નીકળી
સફારી પાર્કના કર્મચારીઓએ વિભિન્ન પ્રકારના અવાજોથી હાંકો કરતાં સિંહોનું ઘ્યાન કારથી હટાવતાં સિંહો માર્ગ પરથી ખસી ગયા હતા અને જંગલમાં જતા રહ્યા ત્યારબાદ માર્ગ પર ફસાયેલી કાર ત્યાંથી આગળ વધી શકી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/04/09/0904090048_car_between_ten_lion_in_engaland.html
No comments:
Post a Comment