Saturday, February 13, 2010

ભેરાળા-પંડવામાં સિંહ પરિવારના ધામા.

Friday, Jan 8th, 2010, 5:46 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

વેરાવળ નજીકનાં ભેરાળા-પંડવા ગામનાં જંગલ વીડી વિસ્તારમાં એક સિંહ પરિવારે કાયમી વસવાટ કરતા લોકોનાં જીવ પડીકે બંધાયા છે. આજે સિંહ પરિવારે એક નીલગાયનો શિકાર કરતાં ગ્રામ્યજનોમાં ગભરાટ છવાયો છે.

વેરાવળ નજીકનાં ભેરાળા-પંડયા ગામનાં જંગલ વાડી વિસ્તારમાં એક સિંહ પરિવારે કાયમી વસવાટ કરતાં લોકોમાં ભય ફેલાયો છે. આજે દિવસ દરમ્યાન એક નીલગાયનો શિકાર કરતાં વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટર નાનજીભાઈ કોઠીવાલાની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સિંહ-સિંહણ તથા બે બચ્ચાએ સાથે મળી ભેરાળા ગામમાં દેખા દીધી હતી. આ સિંહ-દપિડાં સહિતનાં વન્ય પ્રાણીઓ છેલ્લા ઘણાં સમયથી વાડી વિસ્તારમાં ફરતા હોય લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે. આ વન્યપ્રાણીઓનું લોકેશન મેળવી જંગલમાં ખદેડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનિય છે કે, સિંહો-દપિડા જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધ માટે અવારનવાર વસતી તરફ આવી રહ્યાં છે. ત્યારે જંગલ તેઓને ટુંકું પડતું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/08/100108054631_170439.html

No comments: