Saturday, February 13, 2010

ભાવનગર પંથકમાં ૧૪ સિંહનો પડાવ : એપ્રિલમાં ફરી ગણતરી

Saturday, Feb 13th, 2010, 3:19 am [IST]
Bhaskar News, Bhavnagar

અવાર-નવાર સિંહ અને દીપડાનાં શિકારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે! વન્ય જીવની સલામતી સામે પ્રશ્નાર્થ

આંતરિયાળ વિસ્તારોમાં સિંહ પરિવારોના દેખા દેવાની કે, દિપડાએ પશુ-પ્રાણીનું મારણ કર્યાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ વન્ય પ્રાણીઓની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઉઠયો છે.ભાવનગરની ભુગોળ વન્ય જીવોના વિચરણ માટે જાણીતી છે, આવા સંજોગોમાં ભાવનગર પંથકમાં ૧૪ સિંહ વિચરણ કરી રહ્યા છે. જેની પુન: ગણતરી આગામી દોઢ માસમાં શરૂ થવાની છે. પણ વન્ય જીવનોની હત્યાના બનાવો સામે સિંહની સંખ્યા વધતા સામે પણ સવાલ ઉઠયો છે.

મહત્વપૂર્ણ ઘટના એ છે કે, ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં સિંહની ગણતરી કરવા વન ખાતાએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સને ૨૦૦૫માં પાલીતાણા, મહુવા અને ગારિયાધાર સહિતના પંથકમાં વિચરણ કરતાં ૧૪ સિંહ નોંધાયા હતા. પરંતુ શિકારીઓએ પણ ભાવનગર પંથકમાં પડાવ નાંખ્યો છે તે પણ એક હકીકત છે.

૩૧ ડિસેમ્બરે જલ્સા કરવા શિકારીઓ ડુંગર ખુંદતા પકડાયા હતા. તે પણ એક હકીકત છે, તો પાલીતાણામાંથી હાથીદાંત મઢેલી ચૂડલીઓ અને ચંદન ઝડપાયું હતું. જેની સામે વનખાતાએ કાગળ વિધી કરી સંતોષ માની લીધો છે. મુળ સ્થાન સુધી તંત્ર પહોંચી શક્યું નથી.

છેલ્લે નાના ખોખરામાં દિપડાની હત્યા કેસમાં પાંચ-પાંચ દિવસ સુધી હત્યારાના નામ મળવા છતાં તંત્ર ઝડપી શકયુ નથી તે પણ વાસ્તવિક્તા છે. આવી પરિસ્થિતિ વરચે સિંહની સલામતીમાં તંત્રની કેટલી ધાક રહી છે. તે એપ્રિલ-૨૦૧૦ની ગણતરીમાં બહાર આવશે. ઉલ્લેખનિય છે કે, સને ૨૦૦૦માં સમગ્ર ગુજરાતમાં ૩૨૭ અને સને ૨૦૦૫માં ૩૫૯ સિંહ વિહાર કરતાં જોવા મળ્યા હતાં.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/13/100213031951_lion_in_bhavnagar.html

No comments: