Saturday, February 13, 2010

કૂવામાં પડેલા સિંહ બાળને ઉગારી લેવાયું.

Monday, November 16, 2009 02:22 [IST]
danik bhaskar
Bhaskar News, Dhari

ધારીના ગોવિંદપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં કૂવા જેવી ઉઘાડી પાણીની ખાલી કૂંડીમાં પડી ગયેલા સિંહબાળને બહાર કાઢી એની માતા સાથે મિલન કરી દેવાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોવિંદપુર ગામની સીમમાં કુરજીભાઇ પુરુષોતમભાઇ નાકરાણીની વાડીમાં ગતરાત્રે એક સિંહણ એના બચ્ચાં સાથે પહોંચી ગઇ હતી. દરમિયાનમાં એ વાડીમાં આવેલ કૂવા જેવી પાણીની ઊડી કૂંડીમાં સિંહબાળ ખાબકયું હતું.

સિંહબાળે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં નિષ્ફળતા મળેલ.
બીજી તરફ સિંહણ પણ આખી રાત કૂંડી ફરતે રઘવાઇ થઇને ચક્કર મારતી રહી હતી અને એના ઘૂઘવાટા સીમમાં સંભળાતા વહેલી સવારે વાડી માલિક અને અન્ય ખેડૂતો ઘટનાસ્થળે દોડયા હતા. કૂંડીમાં સિંહબાળ પડી ગયા અંગે વનખાતાને જાણ કરાતાં ધારીના ડીએફઓ મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. ઓ.ડી. અટારા સહિતના સ્ટાફ અને રેસ્કયુ ટીમે સલામત રીતે સિંહબાળને બહાર કાઢયું હતું.

જો કે દરમિયાનમાં સિંહણ ત્યાંથી દૂર જતી રહી હતી. વનખાતાએ આખો વિસ્તાર ખૂંદી નાખ્યો હતો અને અંતે સિંહણનું લોકેશન મેળવી સિંહબાળને ત્યાં મુકત કરી દેવામાં આવ્યું હતું. નિર્દોષ સિંહબાળ દોડીને એની જનેતા પાસે પહોંરયું અને હરખાયેલી સિંહણે જ્યારે એના વિખૂટા પડીને મળેલા બાળને લાડ-વહાલ કર્યા ત્યારે ઉપસ્થિત સહુએ દ્દશ્ય નિહાળીને ભાવવિભોર બની ગયા હતા.
http://www.divyabhaskar.co.in/2009/11/16/091116022421_lion_child.html

No comments: