Saturday, February 13, 2010

બાબરિયા રેન્જમાંથી ૧૦ દી’થી લાપતા સિંહ મળ્યો.

Bhaskar News, Una
Sunday, October 12, 2008 00:08 [IST]

બાબરિયા રેન્જમાંથી છેલ્લા ૧૦ દિવસથી ઇજાગ્રસ્ત સિંહ ગાયબ થઇ ગયેલો સિંહ આજે ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. આજથી દોઢ વર્ષ પહેલા બાબરિયા રેન્જમાં પરપ્રાંતિય શિકારી ટોળકી સક્રીય બની હતી અને ૧ માસમાં જ બે વખત શિકારની ઘટના બની હતી.

ત્યાંજ દસ દિવસ પહેલા બાબરિયા રેન્જમાંથી માથામાં ગંભીર ઇજા પામેલો સિંહ અચાનક ગાયબ થઇ જતાં વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના સ્ટાફ દોડતો થયો હતો. આ ઇજાગ્રસ્ત સિંહના માથામાં જીવાત પડી ગઇ હતી. જોકે આ સિંહ ૧૦ દિવસથી ગુમ હોઇ આ રેન્જમાં ફરી શિકારી ટોળકી સક્રિય થયાની ભીતિ સેવાઇ રહી હતી.

આ દરમિયાન જ સિંહ શનિવારે બાટલેશ્રવ મહાદેવના મંદિર પાસેથી જ મળી આવ્યો હતો. જો કે સિંહને પાંજરામાં પુરવા મારણ નાખવામાં આવ્યુ હતું છતા પણ પાંજરામાં આવતો ન હોઇ અંતે ગનથી ઇન્જેકશન આપી પાંજરે પુરવામાં આવ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2008/10/12/0810120009_babariya_range.html

No comments: