Saturday, February 13, 2010

સિંહ પર સવારી કરો પણ...

Tuesday, Jan 12th, 2010, 5:26 pm [IST]
Agency, Argentina

આર્જેન્ટિનામાં લુજાન ઝૂમાં મુલાકાતીઓ સિંહ પર સવારી કરી શકે છે, રીંછને આલિંગન આપી શકે છે, વાઘ સાથે રમી શકે છે.

મુલાકાતીઓ તમામ પાંજરાઓની મુલાકાત માત્ર 50 ડોલર ચૂકવીને લઈ શકે છે અને તમારે એક દસ્તાવેજ પર સહી કરી આપવાની છે, જેના પર લખવામાં આવ્યું છે કે પ્રાણી સંગ્રાહાલયના કોઈ પણ પ્રાણી તમને ખાઈ જાય તો પ્રાણી સંગ્રાહલયની કોઈ જવાબદારી રહેતી નથી.

પ્રાણી સંગ્રાહલયની પ્રવેશ ફી માત્ર પાંચ ડોલર છે. મુલાકાતીઓ નાના પ્રાણીઓને પણ રમાડી શકે છે.

જો કે આ રીતે વ્યક્તિઓ પાંજરાઓની મુલાકાત લે તે વ્યક્તિ અન પ્રાણીના જીવ માટે જોખમ ઉભું થાય છે. એનિમલ પ્રોટેક્શન ચેરીટી ફાઉન્ડેશે આ બાબતની ટીકા કરી છે. તેના સીઈઓ વીલ ટ્રાવેર્સે કહ્યું હતું કે, બાળકોને પણ સિંહના પાંજરામાં જવાની પરવાનગી આપવામાં આવે છે, જે ઘણી જ જોખમી બાબત છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/12/100112172656_the_most_controversial_zoo.html

No comments: