Saturday, February 13, 2010

ગિરનાર જંગલના ૧પ સિંહ કોઈ શિકારની નજરમાં તો નથી ને ?

જૂનાગઢ,તા.૨૭

બે વર્ષ પહેલાના ગીર વન વિસ્તારની બાબરીયા રેન્જના સિંહોના શિકારની ઘટનાઓ બાદ તાજેતરમાં જ ગિરના વેરાવળ વન વિસ્તારમાં ફાંસલામાં ફસાયેલ સિંહ બાળને બચાવાયાના બનાવથી સિંહોના વિસ્તારમાં શિકારી ગેંગ ફરીથી સક્રિય થઈ હોવાની વનતંત્ર નિષ્ણાંતો અને પર્યાવરણ પ્રેમીઓની શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેવા સમયે આશરે ૧પ સિંહોની વસ્તી ધરાવતા જૂનાગઢ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં શિકારી તત્વો માટે રેઢા પડ જેવી સ્થિતી જોવા મળે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વનતંત્ર દ્વારા જૂનાગઢ ગિરનારના વન અભ્યારણ્ય વિસ્તારમાં વ્યાપક કોંમ્બીંગ અભિયાન હાથ ધર્યુ હોવાનું જાણવા મળેલ છે.

૧પ જેટલા સિંહ પરિવાર સહિતના દિપડા જેવા માંસભક્ષી તેમજ અનેક પ્રકારના તૃણભક્ષી પ્રાણીઓ વસે છે તેવા જૂનાગઢ ગિરનાર વન વિસ્તારમાં લાંબા સમયથી રાત્રી દરમ્યાન લોકોની અવર-જવર તરફ કોઈ પ્રતિબંધ મનાઈ નથી કરવામાં આવતી આવી સ્થિતીમાં શિકારીઓને રેઢુ પડ મળે અને અગાઉ બાબરા વીડી જેવી શિકારની ઘટના બની શકે તેવી પર્યાવરણ પ્રેમીઓ સહિત વનતંત્રના નિષ્ણાંતો શંકા વ્યક્ત કરી રહ્યા છે. અને જણાવી રહ્યા છે કે, આવી સ્થિતીમાં વનતંત્રએ

ભવનાથ ખાતે એક કાયમી ચેક પોસ્ટ ઉભી કરી રાત્રીના ૧૦ કલાક પછી પર્યટકો સહિતના લોકો માટે વન વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ મુકવો જોઈએ. આ અંગે રૈવતગીરી નેચર ક્લબના સભ્ય તેમજ એન. બી. કાંબલીયા કન્યા વિદ્યાલયના ઈકો ક્લબ ઈન્ચાર્જ રામભાઈ પિઠીયા દ્વારા રાત્રી દરમ્યાન ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં લોકોની અવર-જવર કોઈ અઘટિત બનાવ ઘટનાને આમંત્રણ સમાન ગણાવી છે. અને વનતંત્રએ વન વિસ્તારમાં રાત્રી દરમ્યાન લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ તેમ "સંદેશ" સાથેની વાતચિતમાં માંગણી કરી છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=107768

No comments: