Saturday, February 13, 2010

કડકડતી ટાઢથી ઠૂંઠવાય ઇ બીજા,સિંહ-વાઘ નહીં.

Bhaskar news, Junagadh

અત્યારે શિયાળાની ઋતુ બરાબરની જામી છે. અને લોકો ટાઢ થી બચવા ગરમ સ્વેટર, તાપણાં વગેરેનો સહારો લે છે. પરંતુ ગીર-ગીરનારનાં જંગલમાં રહેતા બિલાડી કુળનાં પ્રાણી સિંહને ઠંડીની બહુ અસર નથી વર્તાતી. હા તેને જંગલમાં સૌથી વધુ તકલીફ ઊનાળામાં થતી હોય છે. એમ તજજ્ઞોનુ માનવું છે.

વન્ય પ્રાણી તજજ્ઞોનાં મતો સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઘણું ખરુ ઉષ્ણ રૂધિરવાળા હોય છે. જેમાં બિલાડી કુળનાં સિંહ-વાઘ-દીપડા અને વાનર કુળનાં માનવી નો પણ સમાવેશ થાય છે. આ વર્ગના પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન મેન્ટેન કરવા ખોરાક વધુ લે છે. એ માટે તે વધુ શિકાર કરી ખોરાક વધુ લે અને ખોરાકમાંથી મળતી ઊર્જા વડે તે શરીરનું તાપમાન જાળવે.

આથી સિંહ મુખ્યત્વે રાત્રિના સમય રેતીવાળી જગ્યા કે પસંદ કરે છે. આ સિવાય ગરમીનાં અર્ધ વાહક એવા પાંદડાનો ઢંગલો હોય તેવા સ્થળે, ઘાસવાળા સ્થળે અથવા નદીની ભેખડોમાંઓથ મેળવે છે. અને સવારે તે તડકાવાળી જગ્યા પસંદ કરે છે.

તજજ્ઞોનાં મતે સિંહ-વાઘ-જેવા પ્રાણીઓેને સૌથી વધુ તકલીફ ઊનાળામાં જ અનુભવાય છે. કારણ કે, વાનર કુળનાં પ્રાણી એવા માનવીમાં પ્રસ્વેદ ગ્રથિ હોય છે. વાતાવરણમાં અનુભવાતી ગરમીની સામે આપણું શરીર આ ગ્રંથીઓ મારફત પાણી બહાર ફેંકીને શરીરમાંનું તાપમાન જાળવે છે.

જયારે બિલાડી કુળનાં પ્રાણીઓ તેમજ કુતરા વગેરેની ચામડીમાં પ્રસ્વેદ ગ્રંથિ નથી હોતી આથી શરીરમાંની વધારાની ઊર્જા તેઓ જીભ વડે બહાર ફેકે છે. આ ક્રિયાને પેન્ટીંગ કહે છે. ઊનાળામાં સિંહ-વાઘ કે કુતરા જીભ બહાર રાખી હાંફતા નજરે ચઢે છે.

આ સિવાય સિંહ ઊનાળામા કરમદાના ઢુવા, નદી કે ઝરણાનાં કાંઠે બેસે છે. પરંતુ તે પાણીમાં પડવાનું ઓછું પસંદ કરે છે. જયારે વાઘને પાણી પસંદ પડે છે. જરાક ગરમી અનુભવાય કે તરત તે પાણી શોધી તેમાં બેસી જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/2007/12/15/0712152253_no_trouble.html

No comments: