Saturday, February 13, 2010

સલમાન ખાન ‘વીર’માં સાચુકલા સિંહ સાથે લડશે.

Bhaskar News, Mumbai
Sunday, July 19, 2009 00:23 [IST]

અનિલ શર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘વીર’ના કલાઈમેકસમાં સલમાન ખાન અને સિંહ વરચેની ચકમકનું દ્રશ્ય છે. આ દ્રશ્યના શૂટિંગ માટે સલ્લુ એક સાચા સિંહ સાથે બાથ ભીડશે. આ ફિલ્મમાં સલમાન એક યોદ્ધાના પાત્રમાં છે અને આ પાત્રને વાસ્તવિક બનાવવા સલ્લુ સાચા સિંહ સાથે લડવા તૈયાર થયો છે. જોકે, આ દ્રશ્યમાં જે સિંહ હશે એને ખાસ ટ્રેનિંગ અપાયેલી હોવાથી એ હાનિ નહીં પહોંચાડે.

આ દ્રશ્યમાં ફિલ્મની હિરોઈન મિસ યુકે યુનિવર્સ ૨૦૦૮ લીઝા લઝારસને (કેટરિનાની લૂક-અ-લાઈક) બચાવવા સલમાન સિંહ સાથે બથ્થંબથ્થીએ આવી જાય છે. સૂત્રો અનુસાર, આ દ્રશ્યનું શૂટિંગ ભારતમાં નહીં થાય. વિદેશમાં યોગ્ય ટ્રેનરની દેખરેખ હેઠળ આ દ્રશ્યનું શૂટિંગ પાર પડશે. કેમકે, ભારતમાં આ પ્રકારના દ્રશ્યના શૂટિંગ માટે વ્યવસ્થા નથી. ‘વીર’ની વાર્તા સલમાને જાતે લખી છે અને આ ફિલ્મના અનેક પાસાઓ સાથે પણ એ સંકળાયેલા છે.

જયારે સિંહ સાથેની ભીડંતના દ્રશ્યની વાત આવી ત્યારે સલમાનનો આગ્રહ હતો કે આ દ્રશ્ય વાસ્તવિક લાગે એ માટે સાચા સિંહ સાથે જ આ દ્રશ્ય ફિલ્માવાય. સૂત્રો અનુસાર, આવતા મહિને આ દ્રશ્ય શૂટ કરાશે.

પણ, ભારતમાં એનું શૂટિંગ નહીં થાય તથા વિદેશમાં કઈ જગ્યાએ એનું શૂટિંગ થશે એ પણ હજી નક્કી નથી. ફિલ્મના નિર્માતા અનુસાર, આ દ્રશ્ય ફિલ્મની સ્ક્રિપ્ટનો અનિવાર્ય ભાગ છે અને અમે અગાઉથી જ નક્કી રાખેલું કે આ દ્રશ્ય છેલ્લે જ ફિલ્માવવામાં આવશે.

સલમાન આ દ્રશ્ય અંગે ખૂબ જ ઉત્સાહિત છે. નોંધનીય છે કે, ‘જોધા અકબર’માં રિતિક રોશને હાથી સાથે લડવાનું દ્રશ્ય ભજવેલું. તો, ધર્મેન્દ્રએ ૧૯૭૬માં આવેલી ફિલ્મ ‘મા’ અને ૧૯૭૯માં રિલીઝ થયેલી ‘કર્તવ્ય’માં વાઘ સાથે આવા દ્રશ્યો આપેલા.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/19/0907190024_salman_khan_to_fight.html

No comments: